યુઝવેન્દ્ર ચહલે તેના ચતુર જવાબ સાથે આકાશ ચોપરા ની બોલતી બંધ કરી

રમત ગમત

ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતર માં જ બંને વચ્ચે એક ફની વાતચીત જોવા મળી હતી. રવિવારે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બંને ખેલાડીઓ એ ક્રિકેટ માં કેટલાક નવા નિયમો અપનાવવા નું સૂચન કર્યું હતું.

આકાશ ચોપરા એ ચહલ અને આકાશ વચ્ચે મજેદાર વાતચીત શરૂ કરી. વાસ્તવ માં, જ્યારે લિયામ લિવિંગસ્ટોને મેચ માં જોરદાર 108 મીટર સિક્સ ફટકારી, ત્યારે તેણે ટ્વિટ કર્યું કે બેટ્સમેન ને 100+ મીટર સિક્સ માટે 8 રન મળવા જોઈએ.

કેટલાક નેટીઝન્સ ને આકાશ ચોપરા નું સૂચન ખૂબ જ રમુજી લાગ્યું, જ્યારે કેટલાક ને આકાશ ચોપરા ના આ સૂચન ને આવકાર્યું. જો કે, ભારત ના વરિષ્ઠ લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ આવો જ સૂચન કર્યો હતો. જેના કારણે ચોપરા ની બોલતી બંધ થઈ ગઈ.

IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ તરફ થી રમી ચૂકેલા ચહલે ચોપરા ને મજાકિયા જવાબ આપ્યો અને કહ્યું કે જો બેટ્સમેનો ને 100 મીટર થી વધુ છગ્ગા મારવા માટે વધારાના રન આપવામાં આવશે તો બોલરો ને પણ સતત 3 ડોટ બોલ માં વધારા ના વિકેટ આપવી જોઈએ. ફેને પૂછ્યું, ‘સર, તમને કોમેન્ટ્રી માંથી કેટલો પગાર મળે છે?’ આકાશ ચોપરા એ આપ્યો ફની જવાબ આપ્યો.

ચહલ નો આ જવાબ ચાહકો ને પણ ગમ્યો. આ પછી આકાશ ચોપરા એ ચહલ ને જવાબ આપતાં વધુ એક મજેદાર સૂચન આપ્યું અને લખ્યું, એક સ્પેલ માં 3+ વિકેટ લેનાર બોલરને વધારા ની ઓવર નાખવા ની છૂટ આપવી જોઈએ. આ પછી આકાશે કહ્યું કે જો 100+ મીટર સિક્સ ના 8 રન મળવા લાગે છે, તો બેટ્સમેન વધુ જોખમ લેશે અને બોલર પછી વિકેટ લેવા ની વધુ તકો હશે.

ટ્વિટ જુઓ:-