શ્રીદેવી ડેથ એનિવર્સરીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હવા હવાઈ ગર્લ શ્રીદેવીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેના માટે અભિનેત્રીને ઘણા મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી. જોકે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીએ માત્ર 54 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. શ્રીદેવીનું દુબઈમાં લગ્ન સમારોહ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. હવે શ્રીદેવીની 5મી પુણ્યતિથિ પર બોની કપૂરે એક ફોટો શેર કર્યો છે. શ્રીદેવીની આ છેલ્લી તસવીર છે. આ ફોટોમાં શ્રીદેવી તેના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે આ ફોટો એ જ લગ્નનો છે જે દુબઈમાં થયો હતો, જેમાં અભિનેત્રી હાજરી આપવા પહોંચી હતી. આ તસવીરમાં શ્રીદેવી લીલા રંગની સાડી પહેરેલી દુલ્હનની જેમ સજ્જ જોવા મળે છે. આ ફોટામાં શ્રીદેવીની સાથે તેના પતિ બોની કપૂર, અંશુલા કપૂર અને પુત્રી ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. હવા હવાઈ ગર્લની આ છેલ્લી તસવીર શેર કરતાં બોની કપૂર ભાવુક થઈ ગયા અને કેપ્શનમાં લખ્યું, “છેલ્લી તસવીર.”
શ્રીદેવીની આ છેલ્લી તસવીર પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, “લેજેન્ડ્સ ક્યારેય મરતા નથી, શ્રીદેવી તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી હતી.” તો અન્ય એક યુઝરે લખ્યું, “અમે પણ તેણીને મિસ કરીએ છીએ. તેણી ખૂબ જ જલ્દી જતી રહી. તેના માટે કોઈ રિપ્લેસમેન્ટ નથી.” બોની કપૂરની આ પોસ્ટ પર અન્ય એક યુઝરે લખ્યું કે, “તે સ્વર્ગમાંથી આ બધું જોઈને ખુશ થઈ રહી છે સર.”
અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ શ્રીદેવીની પુણ્યતિથિના ત્રણ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ ફોટોમાં જ્હાન્વી તેની માતા શ્રીદેવી સાથે જોવા મળી હતી. આ ફોટો શેર કરતાં જાહ્નવીએ શ્રીદેવીને યાદ કરીને લખ્યું, “હું હજી પણ તમને દરેક જગ્યાએ શોધું છું મમ્મા. હું હજી પણ તે બધું જ કરું છું જેનાથી તમને ગર્વ થાય. હું જ્યાં પણ જાઉં છું અને જે પણ કરું છું, તે તમારી સાથે શરૂ થાય છે અને તમારી સાથે સમાપ્ત થાય છે.”