જાણો ફિલ્મ સ્વદેશ માં દેખાવા વાળી અભિનેત્રી ગાયત્રી જોશી હવે કેવી સ્થિતિ માં છે

મનોરંજન

શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશ માં કામ કરનાર ગાયત્રી જોશી હવે મોટા પડદા થી દૂર છે. ગાયત્રી જોશી એ શાહરૂખ ખાન ની ફિલ્મ સ્વદેશ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. ગાયત્રી નો જન્મ 20 માર્ચ 1977 માં નાગપુર માં થયો હતો. ગાયત્રી જોશી એ પોતાની પહેલી જ ફિલ્મ પછી બોલિવૂડ ને અલવિદા કહી દીધું હતું. ચાલો જાણીએ ગાયત્રી ક્યાં છે અને આ દિવસો માં શું કરી રહી છે?

ગાયત્રી એ વર્ષ 1999 માં ફેમિના મિસ ઈન્ડિયા માં ભાગ લીધો હતો. તેણે ટોપ 5 માં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. ગાયત્રી એ વર્ષ 2000 માં મિસ ઈન્ટરનેશનલ માટે જાપાન માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જેના પછી ગાયત્રી જોશી જગજીત સિંહ ના ગીત ‘વો કાગઝ કી કિશ્તી’ માં ડાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય હંસરાજ ના ગીત ઝાંઝરિયા માં પણ જોવા મળી હતી. ગાયત્રી એ કેટલીક બ્રાન્ડ્સ ની જાહેરાતો પણ કરી હતી. વર્ષ 2004 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્વદેશ’ થી તે લોકો નું ધ્યાન ખેંચવા માં સફળ રહી હતી. પરંતુ ફિલ્મ ફ્લોપ રહેવા ના કારણે ગાયત્રી ને આગળ કોઈ કામ મળી શક્યું નહીં. જોકે આ ફિલ્મ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. તેમજ લોકો ને આશા હતી કે તે ટૂંક સમય માં તેની આગામી ફિલ્મ માં જોવા મળશે.

પરંતુ તે બોલિવૂડ ની દુનિયા થી દૂર જતી રહી. ગાયત્રી જોશી એ સ્વદેશ ફિલ્મ રીલિઝ થયા ના એક વર્ષ પછી જ લગ્ન કરી લીધા. તેણે એક બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયા ને હંમેશ માટે અલવિદા કહી દીધું. તેના પતિ વિકાસ ઓબેરોય એક મોટા બિઝનેસ ટાયકૂન છે. તેમને રિયલ એસ્ટેટ ટાયકૂન તરીકે પણ ઓળખવા માં આવે છે. તે મુંબઈ માં રિયલ એસ્ટેટ ફર્મ ચલાવે છે. હવે ગાયત્રી ઓબેરોય ઇન્ડસ્ટ્રી નો બિઝનેસ પણ સંભાળે છે. ગાયત્રી જોશી હાલ માં બે બાળકો ની માતા છે અને તે પોતાના પરિવાર સાથે વ્યસ્ત અને ખુશ છે.