મહેશ બાબુ ની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી થી ઓછી નથી, આ અભિનેત્રી ને પહેલી જ મુલાકાત માં દિલ આપી દીધું

મનોરંજન

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર મહેશ બાબુ 9 ઓગસ્ટે જન્મ દિવસ છે. તેમનો જન્મ તમિલનાડુ ની રાજધાની ચેન્નઈ માં થયો હતો. મહેશ બાબુ એ તેમનું સ્કૂલ નું શિક્ષણ ચેન્નાઈ ની સેન્ટ બેડે એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલ માંથી કર્યું હતું. મહેશ બાબુ સાથે, તમિલ અભિનેતા કાર્તિક અને સુરૈયા ના ભાઈ એ પણ આ શાળા માં અભ્યાસ કર્યો હતો. તેમણે બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજાકુમાડુ’ માં તેમણે પહેલી વાર મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું. તેમણે ‘રાજાકુમાડુ’ પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં અને સફળતાની સીડીઓ ચડતા રહ્યા. ફિલ્મો ઉપરાંત મહેશ બાબુ તેની પત્ની અને બોલીવુડ ની સુંદર અભિનેત્રી નમ્રતા શિરોડકર ને કારણે પણ ચર્ચામાં છે. આ બંને ના લગ્ન ને 16 વર્ષ થયા છે.

નમ્રતા શિરોડકર અને મહેશ બાબુ ની પ્રેમ વાર્તા કોઈ ફિલ્મી વાર્તા થી ઓછી નથી. મહેશ બાબુ ના જન્મદિવસ નિમિત્તે અમે તમને આ બે કલાકારો ની પ્રેમવાર્તા વિશે જણાવીએ છીએ. નમ્રતા શિરોડકર પતિ મહેશ બાબુ કરતા ચાર વર્ષ મોટા છે પરંતુ આ બંને વચ્ચે વય મર્યાદા ક્યારેય આવી નથી.

महेश बाबू, नम्रता शिरोडकर

નમ્રતા શિરોડકર હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી રહી છે. તેણે સલમાન ખાનની સાથે ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ માં અભિનયની શરૂઆત કરી હતી. નમ્રતા શિરોડકરે વર્ષ 1993 માં ‘ફેમિના મિસ ઇન્ડિયા’ નો ખિતાબ જીત્યો હતો. નમ્રતા શિરોડકર અને મહેશ બાબુની પહેલી મુલાકાત તેલુગુ ફિલ્મ ‘વંશી’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2000 માં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

महेश बाबू, नम्रता शिरोडकर

પહેલી મુલાકાત બાદ નમ્રતા શિરોડકર અને મહેશ બાબુ ખૂબ સારા મિત્રો બન્યા અને ફિલ્મ નું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા ને પ્રેમ કરતા હતા. ફિલ્મ ‘વંશી’ ના શૂટિંગ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હશે, પરંતુ તેઓએ ક્યારેય મીડિયા સમક્ષ પોતાના સંબંધની કબૂલાત કરી ન હતી. મહેશ બાબુએ પણ પરિવારને નમ્રતા શિરોડકર સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું ન હતું.

महेश बाबू, नम्रता शिरोडकर

મહેશ બાબુ એ સૌથી પહેલા તેની બહેન ને તેના અને નમ્રતાના સંબંધ વિશે જણાવ્યું. મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર લગભગ ચાર વર્ષ થી એકબીજા ને ડેટ કરતા હતા. આ પછી, બંને એ 10 ફેબ્રુઆરી, 2005 ના રોજ લગ્ન કર્યા. તેના લગ્ન પહેલા જ, નમ્રતા શિરોડકરે નક્કી કર્યું હતું કે તે ફિલ્મી દુનિયા છોડી દેશે, તેથી તેણે લગ્ન પહેલા તેના તમામ પ્રોજેક્ટ પૂરા કરી લીધા હતા.

महेश बाबू और नम्रता शिरोडकर बच्चों के साथ

લગ્ન ના એક વર્ષ બાદ નમ્રતા શિરોડકરે પુત્ર ગૌતમ ને જન્મ આપ્યો. લગ્ન ના ત્રણ વર્ષ પછી, એવા અહેવાલો આવ્યા હતા કે નમ્રતા શિરોડકર અને મહેશ બાબુના સંબંધો સારા ચાલી રહ્યા નથી, પરંતુ બંને એ ક્યારેય તેના વિશે ખુલીને વાત કરી નથી. આ પછી, નમ્રતા શિરોડકરે વર્ષ 2012 માં પુત્રી સિતારા ને જન્મ આપ્યો. નમ્રતા શિરોડકર અને મહેશ બાબુ હવે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.