જુનિયર એનટીઆર ના લગ્ન પહેલા થયો હતો હંગામો, 1 કરોડ ની સાડી સિવાય આ વસ્તુઓ પર ખર્ચાયા કરોડો રૂપિયા

મનોરંજન

સાઉથ એક્ટર જુનિયર એનટીઆર આજે સમગ્ર ભારત નો સ્ટાર બની ગયો છે. તેની ફેન ફોલોઈંગ બોલિવૂડ કલાકારો ને સ્પર્ધા આપે છે. આજ ના સમય માં હિન્દી ભાષા ના દર્શકો પણ જુનિયર એનટીઆર ની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. પરંતુ એ પણ હકીકત છે કે કલાકારો પોતાની અંગત જિંદગી ને લાઈમલાઈટ થી દૂર રાખે છે. 5મી મે ના રોજ જુનિયર એનટીઆર અને તેમની પત્ની લક્ષ્મી પ્રણતિ ની લગ્ન ની એનિવર્સરી હતી. આ ખાસ અવસર પર અમે તમને અભિનેતા ના લગ્ન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

jr ntr wedding photos

10 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા

જુનિયર એનટીઆર નું નામ ટોલીવુડ ની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે, જેમાં સમીરા રેડ્ડી નું નામ પણ સામેલ છે. પરંતુ અભિનેતા એ આખરે અરેન્જ મેરેજ કરવા નો નિર્ણય કર્યો. એનટીઆર એ પોતે 10 વર્ષ નાની લક્ષ્મી ને તેમના જીવનસાથી તરીકે પસંદ કરી હતી. લક્ષ્મીને ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) દ્વારા અભિનેતા માટે પસંદ કરવા માં આવી હતી. 5 એપ્રિલ 2011 ના રોજ જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિ સાથે લગ્ન કર્યા. લક્ષ્મી પ્રખ્યાત તેલુગુ ન્યૂઝ ચેનલ “સ્ટુડિયો એન” ના માલિક લક્ષ્મી નરને શ્રીનિવાસ રાવ ની પુત્રી છે.

jr ntr wedding photos

જુનિયર એનટીઆર અને લક્ષ્મી ના લગ્ન ખૂબ જ ભવ્ય સ્ટાઈલ માં થયા હતા જેમાં લગ્ન માં 100 કરોડ રૂપિયા નો ખર્ચ થયો હતો. બંને ના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો ફિલ્મી દુનિયા માં ફેમસ છે. એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી રામારાવે પૌત્ર જુનિયર એનટીઆર ના લગ્ન માં કોઈ કસર છોડી ન હતી. લગ્ન માં પૈસા પાણી ની જેમ વહાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર આ લગ્ન માં લગભગ 100 કરોડ રૂપિયા નો ખર્ચ કરવા માં આવ્યો હતો. એવો દાવો કરવા માં આવે છે કે અભિનેતા ની દુલ્હન એ 1 કરોડની સાડી પહેરી હતી. આટલું જ નહીં, હૉલ ની સજાવટ માટે 18 કરોડ રૂપિયા નો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે લગ્ન માં 15,000 મહેમાનો પહોંચ્યા હતા અને તેમના માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવા ની હતી.

jr ntr wedding photos

લગ્ન પેહલા થયો હંગામો

જુનિયર એનટીઆર અને લક્ષ્મી ના લગ્ન પહેલા ઘણો હંગામો થયો હતો. બંને ના લગ્ન વર્ષ 2011 માં થયા હતા. તે સમયે લક્ષ્મી 18 વર્ષ ની હતી પરંતુ જુનિયર એનટીઆર વર્ષ 2010 માં જ લક્ષ્મી સાથે લગ્ન કરવા માંગતા હતા. તે સમયે લક્ષ્મી ની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આ કારણોસર, અભિનેતા વિરુદ્ધ બાળ લગ્ન કાયદા હેઠળ કેસ પણ નોંધવા માં આવ્યો હતો. આ કારણોસર અભિનેતા એ લગ્ન માટે રાહ જોવી પડી હતી. આજના સમયમાં જુનિયર એનટીઆર અને લક્ષ્મી બે બાળકોના માતા-પિતા છે.