શિયાળા માં ઇમ્યૂનિટી વધારવા માટે ખાઓ આમળા

સ્વાસ્થ્ય

આમળા એક એવું સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આમળા માં ભરપૂર પ્રમાણ માં વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આમળા ની ખાસ વાત એ છે કે તેને કેટલીય રીતે ખાઇ શકાય છે. કેટલાક લોકો આમળા નો મુરબ્બો ખાય છે, તો કેટલાક લોકો આમળા નો જ્યુસ, ચટણી અથવા અથાણું બનાવી ને પોતાની પસંદ અનુસાર તેનું સેવન કરતા હોય છે. શિયાળા માં ગોળ ની સાથે આમળા નું સેવન કરવા થી શરીર માં ગરમી જળવાઇ રહે છે અને કેટલીય બીમારીઓ થી દૂર પણ રહેવાય છે. શિયાળા માં આમળા નું સેવન કરવા થી ઇમ્યૂનિટી જળવાઇ રહે છે જેનાથી શરદી-ખાંસી થી બચી શકાય છે. જાણો, શિયાળા માં આમળા કેમ ખાવા જોઇએ?

ઇમ્યૂનિટી મજબૂત કરે છે

Phyllanthus emblica (syn. Emblica officinalis), the Nepalese/Indian gooseberry, or aamla from Sanskrit amalika, | Amla, Herbal remedies, Herbalism

આમળા માં ભરપૂર પ્રમાણ માં વિટામિન સી મળી આવે છે. આ શરીર ના ઇમ્યૂનિટી પાવર ને મજબૂત કરવા માં મદદ કરે છે જેનાથી શરીર બહાર ના સંક્રમણ થી બચી શકે છે.

હૃદય માટે ફાયદાકારક

આમળા માંથી મળી આવતું વિટામિન-સી હૃદય ના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જે લોકો બેડ કૉલેસ્ટ્રોલ ની સમસ્યા સામે લડી રહ્યા છે, તેમણે આમળા નું સેવન કરવું જોઇએ.

સ્કિન ને સુંદર બનાવે

સ્કિન ની સુંદરતા જાળવી રાખવા માટે પણ વિટામિન સી જરૂરી હોય છે. વિટામિન સી નું સેવન કરવા થી સ્કિન ટાઇટ રહે છે. ત્વચા પર જલ્દી કરચલીઓ પડતી નથી. સ્કિન માં ગ્લો જળવાઇ રહે છે. તેના માટે તમે ઇચ્છો તો દહીં માં આમળા પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

સોજો ઓછો થાય છે

શરીર માં રહેલ ફ્રી રેડિકલ્સ હાર્ટ અને સ્કિન ની સાથે શરીર ની ઇમ્યૂનિટી પર પણ ખરાબ અસર કરે છે. હકીકત માં ફ્રી રેડિકલ્સ શરીર ના સોજા માટે પણ જવાબદાર હોય છે, જે કેટલીય બધી બીમારીઓ ને જન્મ આપવા નું કામ કરે છે. પરંતુ આમળા માં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ, ફ્રી રેડિકલ્સ ને ન્યૂટ્રલાઇઝ કરી ને શરીર ના સોજા ને દૂર કરવા માં મદદ કરે છે.