Appleએ ભારતમાં તેની સૌથી સસ્તું મેકબુક એરની કિંમતોમાં વધારો કર્યો છે. હવે ભારતમાં MacBook Air ના ગ્રાહકોને 7 હજાર રૂપિયા મોંઘા મળશે. તેની શરૂઆતી કિંમત 92,900 રૂપિયા હતી. જે હવે વધીને 99,900 રૂપિયા થઈ ગયી છે.
Appleએ WWDC 2022 દરમિયાન કંપનીના નવા ગેજેટ્સ લોન્ચ કર્યા છે. Appleએ આ ઇવેન્ટમાં M2 ચિપસેટ સાથેના નવા MacBook Air લેપટોપનું પણ અનાવરણ કર્યું. Apple પહેલા તેના લેપટોપમાં M1 ચિપસેટનો ઉપયોગ કરતી હતી. આ ઈવેન્ટમાં એપલના નવા લેપટોપના સ્પેસિફિકેશન વિશે પણ માહિતી આપવામાં આવી હતી. નવા MacBook Air લેપટોપમાં 13.6-ઇંચની ડિસ્પ્લે છે. આ નવા લેપટોપની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે.
મેકબુકની કિંમતમાં વધારો
નવી MacBook લૉન્ચ થઈ ત્યારથી, ટેક જાયન્ટ્સે ભારતમાં M1 પ્રોસેસરવાળા ઉપકરણોની કિંમતમાં વધારો કર્યો છે. ભારતમાં લોન્ચ થયેલી Apple MacBook Airની કિંમતમાં 7,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે કંપનીએ નવેમ્બર 2020માં M1 MacBook Air લોન્ચ કર્યું ત્યારે તેની શરૂઆતની કિંમત 92,900 રૂપિયા હતી. જે હવે વધીને 99,900 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારાથી, MacBook Air M1 લેપટોપનું બેઝ વેરિઅન્ટ 99,900 રૂપિયા થઈ ગયું છે. બીજા 8 GB + 512 GB વેરિઅન્ટની વર્તમાન કિંમત 1,19,900 રૂપિયા છે. જ્યારે Appleએ તેને 1,17,900 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કર્યું છે.
મેકબુક એરની વિશિષ્ટતાઓ
Apple MacBook Air M1માં 13.3-ઇંચ ટ્રુ ટોન રેટિના ડિસ્પ્લે છે, જે 2560*1600 પિક્સલના રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ઉપકરણ ઓક્ટા-કોર Apple M1 ચિપસેટ પર કામ કરે છે. આમાં, તમને 16GB રેમ સાથે 2TB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. આ પાતળા અને ઓછા વજનના લેપટોપમાં તમને 49.9Wh પાવરની બેટરી આપવામાં આવી છે જે 15 કલાકનો બેકઅપ આપે છે. લેપટોપ ચાર્જ કરવા માટે, તમને 30W USB Type-C ચાર્જર કેબલ મળે છે.
તેના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. આ ઉપકરણ HD વેબકેમ સાથે આવે છે. જે MacOS Ventura અપડેટ મેળવે છે.