‘ભાભી જી ઘર પર હૈ’ એક ખૂબ જ જબરદસ્ત કોમેડી ટીવી સિરિયલ છે. શો નું દરેક પાત્ર પોતાની જોરદાર એક્ટિંગ થી ચાહકો ના દિલ પર રાજ કરી રહ્યું છે. મનમોહન તિવારી તરીકે રોહિતશ્વ ગૌર, વિભૂતિ નારાયણ મિશ્રા તરીકે આસિફ શેખ, અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે એ તેમના શાનદાર અભિનય થી શો ને TRP ચાર્ટ માં ટોચ પર રાખ્યો છે.
આજે અમે આ શો માં અંગૂરી ભાભી નું પાત્ર ભજવતી અભિનેત્રી શુભાંગી અત્રે વિશે કંઈક આવું જ કહેવા જઈ રહ્યા છીએ. તે જાણી ને તમને નવાઈ લાગશે.
શુભાંગી શો ‘ભાભી જી ઘર પર હૈં’ ની સૌથી સિનિયર અભિનેત્રીઓ માંની એક છે. તે વર્ષ 2016 થી આ લોકપ્રિય શો માં અંગૂરી ભાભી નું પાત્ર ભજવી રહી છે, જોકે તેના પહેલા આ પાત્ર અભિનેત્રી શિલ્પા શિંદે ભજવ્યું હતું.
જ્યારે આ શો શરૂ થયો ત્યારે શિલ્પા સીરીયલ અંગૂરી ભાભી નું પાત્ર ભજવતી હતી અને એવું કહેવું ખોટું નહીં હોય કે આજે તેની જબરદસ્ત એક્ટિંગ ને કારણે આ શો ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે.
કહેવાય છે કે ફી ને લઈને શિલ્પા અને શો ના મેકર્સ વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે શિલ્પા એ શો છોડવો પડ્યો હતો. તેણીએ શો છોડ્યો તે પછી જ નિર્માતાઓ એ શુભાંગી અત્રે ને નવી અંગૂરી ભાભી બનાવી. શિલ્પા એ શો છોડ્યા પછી ઘણા લોકોએ વિચાર્યું કે શો જલ્દી બંધ થઈ જશે પરંતુ સારી વાત એ છે કે ચાહકો એ શુભાંગી ને અંગૂરી ભાભી તરીકે સ્વીકારી લીધી છે.
આ બધા ની વચ્ચે આજે આ આર્ટીકલમાં આપણે જાણીશું શુભાંગી ના ઈન્ટરવ્યુ વિશે, જેમાં તેણે ઈન્ટીમેટ સીન વિશે મોટું નિવેદન આપ્યું હતું. વાસ્તવ માં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેને ઈન્ટિમેટ સીન કરવા માં કોઈ સમસ્યા છે.
આના જવાબ માં શુભાંગી એ કહ્યું હતું કે, જો વાર્તા ની આટલી ડિમાન્ડ હોય તો મને ઈન્ટીમેટ સીન કરવા માં કોઈ વાંધો નથી. મારી પુત્રી ને ફક્ત તે જોઈને ખરાબ ન લાગવું જોઈએ, તેણીને પ્રશ્ન ન હોવો જોઈએ કે માતા શું કરે છે.”